bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાત હાઈકોર્ટે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ પર 8મી ઓગસ્ટ સુધી રોક લગાવી....

 ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓ અવાર-નવાર કોઇનેકોઇ કારણોસર મોકૂફ રાખવામાં આવતી હોય છે, ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને લઈને સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગૌણ સેવા મંડળના લઘુત્તમ 40 ટકા માર્ક્સ લાવવાના નિયમ પર એક ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે 8મી મે 2024 ના રોજ નોટિસ જાહેર કરીને પ્રતિવાદી ગૌણ સેવા પસંદગી મંડળને રાજ્ય સરકારની નીતિ સમજાવવા માટે આદેશ કર્યો હતો. 

ગૌણ સેવા પસંદગી મંડળે કયા આધારે લઘુત્તમ લાયકાત માપદંડ તરીકે 40% નક્કી કર્યા છે. હાઇકોર્ટમાં કેસમાં  (6 વાર) તારીખો પડી હોવા છતાં  ગૌણ સેવા મંડળે પોતે જવાબ આપ્યો ન હતો. જેથી 25-જુલાઈના રોજ જસ્ટિસે  જાહેરાત નંબર 213 થી 224 સુધીની તમામ ભરતી પ્રક્રિયાઓ 8મી ઓગસ્ટ સુધી સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. તેથી આગળની ભરતી પ્રક્રિયા 8મી ઓગસ્ટ 2024 પછી જાણી શકાશે. 

હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું છે કે આટલી બધી મુલતવી રાખવા છતાં પ્રતિવાદી દ્વારા કોઈ જવાબ દાખલ કરવામાં આવ્યો નથી. આ દરમિયાન પ્રતિવાદી પસંદગી પ્રક્રિયા સાથે આગળ વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને, નોટિસ જારી કરો, 08.08.2024 ના રોજ પરત કરી શકાય છે. પ્રતિવાદી ગૌ સેવા પસંદગી મંડળને આગામી સુનાવણીની તારીખ સુધી 10.11.2023ની જાહેરાત નં. 213/2023-24 થી 224/2023-24 ની જાહેરાતના સંદર્ભમાં આગળ ન વધવાનો નિર્દેશ આપવામાં આવે છે.