રાજ્ય સરકારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં વાહવાહી લેવા માટે લાગુ કરવામાં આવેલી સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ હાલ કાગળ પર હોઈ તેવું લાગી રહ્યુ છે. કારણ કે અમદાવાદ ઝોનની ફી કમિટીમાંથી ફરિયાદોને પગલે સીએ સભ્યને દૂર કરી દેવાયા બાદ હવે એક પણ સભ્ય નથી અને ચેરમેન એવા જજ પણ નથી.
અમદાવાદ ઝોન ઉપરાંત અન્ય ત્રણેય ઝોનની કમિટીઓમાં પણ જજ- ચેરમેન જ નથી. આ ઉપરાંત ચારેય કમિટીઓની ઉપર એવી ફી રિવિઝન કમિટીમાં પણ જજ-ચેરમેન નથી. આમ સરકાર ફી રેગ્યુલેશન એક્ટને લઈને નિષ્ક્રિય હોવાની ફરિયાદો ઊઠી છે. સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત ચાર ઝોન છે.
એક્ટની જોગવાઈ મુજબ દરેક ઝોનમાં ચેરમેન તરીકે રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ છે. આ ઉપરાંત અન્ય ચાર મેમ્બરો છે. જેમાં એક સીએ, એક સિવિલ એન્જિનિયર કે વેલ્યુઅર અને એક મેમ્બર સ્કૂલ છ સંચાલક મંડળના પ્રતિનિધિ હોય છે. ઓમ ચેરમેન સહિત કુલ પાંચ સભ્યોની કમિટી હોય છે. દર ત્રણ વર્ષ માટે વિવિધ કમિટીમાં ચેરમેન સહિત અન્ય સભ્યોની નિમણૂંક સરકાર દ્વારા કરવામા આવે છે. આ એક્ટ હેઠળ રાજ્યમાં આવેલી ગુજરાત બોર્ડ, સીબીએસઈ તેમજ અન્ય તમામ બોર્ડની ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવામા આવે છે. એક્ટની જોગવાઈ મુજબ ફી મર્યાદાથી ઓછી ફી ધરાવતી સ્કૂલોએ એફિડેવિટ કરવાની હોય છે અને ફી મર્યાદાથી વધુ ફી માંગનારી સ્કૂલોએ નાણાકીય હિસાબો-ખર્ચા અને અન્ય દસ્તાવેજ સાથે દરખાસ્ત કરવાની હોય છે.
રાજ્યમાં સૌથી મોટો ઝોન અમદાવાદ છે. કારણ કે અમદાવાદમાં સૌથી વધુ સ્કૂલો છે. અમદાવાદ ઝોનમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, પાટણ, સારબકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, કચ્છ અને મહેસાણા સહિતના જિલ્લાનો સમાવેશ થાય છે. અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેન-જજની જગ્યા ઘણાં સમયથી ખાલી છે. આ ઉપરાંત રાજકોટની કમિટીના ચેરમેન-જજની જગ્યા પણ ઘણા સમયથી ખાલી છે. જ્યારે અન્ય બે કમિટી એવી સુરત અને વડોદરા ઝોન કમિટીના ચેરમેન-જજની મુદતપુરી થઈ ગઈ છે. આમ આ બંને કમિટીમાં ૫ણ જજ-ચેરમેનની જગ્યા ખાલી છે.
સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત ફી રેગ્યુશન કમિટી માટેની એફઆરસી ગુજરાત નામથી વેબસાઈટ પણ છે. પરંતુ આ વેબસાઈટ અપડેટ કરાતી જ નથી.આ વેબસાઈટ પર જજ- ચેરમેન અને અન્ય સભ્યો જેમ બદલાય કે મુદત પુરી થાય તેમ વિગતો અપડેટ કરાતી નથી.જુના નામો જ હોય છે. આ ઉપરાંત ચારેય ઝોનની કમિટીના 2020-21 પછીના ઓર્ડર પણ વેબસાઈટ પર મુકાયા નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology