એક તસવીર વાયરલ થઇ હતી જેમાં કેટલાક અધિકારીઓએ ગેમઝોનની મુલાકાત લીધી હતી, તેને લઇને પણ હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે આટલા ઉચ્ચ અધિકારીઓ પહોંચે છે તેમ છતાં આ સ્ટ્રક્ચરનો સર્ટિફિકેટ કેમ લેવાયો નથી?રાજકોટના ગેમઝોનમાં બનેલી દુર્ઘટનાને લઈને હાઈકોર્ટે પણ સુઓમોટો દાખલ કરી છે. જેને લઈને હાઈકોર્ટ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે લાલઘુમ થઈ હતી અને ફાયર સેફ્ટી મુદ્દે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મનપા પાસે જવાબ માગ્યો હતા. જ્યારે આજે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ નગરપાલિકાના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી, ત્યારે હાઇકોર્ટના જજ ખફા થયા હતા. હાઇકોર્ટે રાજકોટ મનપાની ઝાટકણી કાઢી છે.
વધુમાં હાઈકોર્ટે કહ્યું કે, આદેશ છથાં મહાનગરપાલિકાએ બેદરકારી દાખવી તેવું સમજીએ? 4 વર્ષમાં 6 મોટી દુર્ઘટનાં બની ત્યારે મહારનગરપાલિકાએ શું કર્યું? દુર્ઘટનામાં લોકોના મોત અંગે તંત્રએ શું કાર્યવાહી કરી? આપણે માણસો છીએ મીડિયા અહેવાલોની અસર થાય જ છે. તંત્રએ મીડિયાનાં અહેવાલને પણ માની રહ્યું નથી. આવી ઘટનાઓમાં તંત્રએ ગંભીર થવાની જરૂર છે.સરકારના વકીલ તરફથી પણ દલીલ કરવામાં આવી હતી કે, સરકારે ત્વરિત કામગીરી કરી છે. એફઆઇઆર પણ દાખલ કરવામાં આવી હતી, 48 કલાકમાં 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારે કલાકોમાં જ એસઆઇટીની રચના કરી હતી. સાથે પ્રથામિક રિપોર્ટ પણ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology