bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 ગરમીમાં વધારો થશે કે ઘટાડો? જાણો રાજ્યમાં 5 દિવસ કેવું રહેશે વાતાવરણ

માર્ચ મહિનો શરુ થયો ત્યારથી જ રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની શરુઆત થઈ જવા પામી હતી.  ગુજરાતનાં 9 શહેરોમાં શનિવારે 36 ડીગ્રીથી વધુ તાપમાન નોંધાવા પામ્યું હતું.  ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં આંશિક તાપમાન થોડું ઓછું રહેવા પામ્યું હતું. જેથી શહેરીજનોએ થોડો હાશકારો અનુભવ્યો હતો. આગામ ચાર દિવસ ગુજરાતમાં તાપમાન સુકૂ રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી ચાર દિવસ હવામાન સૂકુ રહેશે. તેમજ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી.  તેમજ 30 માર્ચથી 3 એપ્રિલ દરમ્યાન રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જેમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોધાવા પામ્યું હતું. જ્યારે ગાંધીનગરનું તાપમાન 40.2 ડિગ્રી નોંધાવા પામ્યું હતું. ત્યારે આગામી સમયમાં અમદાવાદ તેમજ ગાંધીનગરનાં તાપમાનમાં 39 ડિગ્રી રહેવાની શક્યતા રહેલી છે.