ગુજરાતમાં હાલ વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદની સિઝનમાં જળશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે.દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 50.34% પાણી તો કચ્છના 20 જળાશયોમાં 50.8% પાણી,સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.86% પાણીનો સંગ્રહ થયો છે.સરદાર સરોવર ડેમ 53.67 ટકા પાણીથી ભરાયો છે,રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.132 ડેમોમાં હજુ પણ 70% કરતાં ઓછું પાણી.
સૌરાષ્ટ્રના દેવભૂમિદ્રારકા જિલ્લામાં આવેલા તમામ 14 ડેમો ઓવરફલો થયા છે.જ્યારે ખંભાળીયા તાલુકાના જીવાદોરી સમાન ઘી ડેમ, મહાદેવીયા ડેમ, સિંહણ ડેમ, કંડોરણા ડેમ તેમજ કલ્યાણપુર તાલુકાના શેઢા ભાડથરી, ગઢકી અને સિંધણી ડેમ છલકાયા છે તેમજ ભાણવડ તાલુકાના વર્તુ-2, મીણસાર, વર્તુ-1, કબરકા, વેરાડી-1, વેરાડી-2, સોનમતી ડેમો પણ છલકાયા છે.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં મેઘાએ જમાવટ બોલાવતા તમામ ડેમો અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે,સૌરાષ્ટ્રનો ભાદર ડેમ જે સૌથી મોટો ડેમ છે તેમાં પણ પાણીની આવકમાં 50 ટકા કરતા વધારેનો સંગ્રહ કરવામાં આવ્યો છે,રાજકોટની આસપાસના નાના ગામડાઓમાં રહેલ ચેકડેમો પણ છલકાઈ ગયા છે આ વખતે સૌરાષ્ટ્ર પંથકમાં પીવાના પાણીની સમસ્યા નહી સર્જાય તેવું હાલના ધોરણે લાગી રહ્યું છે.
ગુજરાતનો જીવા સમાનદોરી ડેમ એટલે નર્મદા ડેમ,આ ડેમ પણ 50 ટકા ભરાઈ ગયો છે,દક્ષિણ ગુજરાતનો મહત્વનો મધર ઈન્ડિયા ડેમ પણ છલકાઈ ગયો છે,તો વડોદરાના આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે,નવસારીની પૂર્ણા નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology