bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટ શહેરમાં જાહેરમાં ગંદકી કરતી ચા અને પાનની દુકાનો સામે મનપાની લાલ આંખ..  

રાજકોટ શહેરમાં જાહેરમાં ગંદકી કરતી ચા અને પાનની દુકાનોને સીલ મારવામાં આવ્યા છે જેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.વેપારીઓને અગાઉ પણ ગંદકી નહી કરવાને લઈ નોટિસ આપી હતી તેમ છત્તા વેપારીઓ ના સુધારતા આજે કોર્પોરેશને બે દુકાનોમાં સીલ માર્યુ હતુ અને દંડ ફટકાર્યો હતો.

  • અગાઉ પણ નોટિસ આપી હતી

રાજકોટ શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ રોડ, રાજકોટ ખાતે આવેલ પ્યાસા પાન અને જય દ્રારકાધીશ પાન એન્ડ ચા પાર્લર એમ કુલ ૨ દુકાન દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોવાથી આ બાબતે નોટિસ આપી હતી.

  • વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી

આ ઉપરાંત આ દુકાનના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.૩૦/૦૭/૨૦૨૪ના રોજ સ્થળ તપાસ કરતાં દુકાનની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળ્યો હતો. જેથી તા.૩૦/૦૭/૨૦૨૪ ના રોજ પ્યાસા પાન અને જય દ્રારકાધીશ પાન & ચા કુલ ૨ દુકાનોના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ – ૧૯૪૯ની કલમ – ૩૭૬ એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

  • ગંદકી સામે કોર્પોરેશનની કામગીરી

રાજકોટ શહેરમાં વરસાદ બાદ ઠેર-ઠેર ગંદકી જોવા મળી હતી જેને લઈ કોર્પોરેશન દ્રારા વેપારીઓને ગંદકી ના કરવા તેમજ કચરો રોડ પર ના નાખવા માટે સૂચના આપવામાં આવી હતી,ઘણા વેપારીઓએ આ સૂચનાનું પાલન ના કરતા કોર્પોરેશને આજે દંડની અને દુકાન સીલ કરવાની કામગીરી કરી હતી,ત્યારે કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે,અગામી સમયમાં પણ અન્ય જગ્યાઓ પર સ્થળ ચકાસણી કરવામાં આવશે અને જે વેપારીઓ ગંદકી કરશે તેની સામે પગલા લેવામાં આવશે.