અમદાવાદ ગુજરાતમાં ચોમાસું બેસતાની સાથે 24 કલાકમાં જ નબળું પડ્યું . ત્યારે કાળઝાળ ગરમીમાં થોડો ઘટાડો થયો છે પરંતુ લોકોને હવે બફારો સહન કરવો પડી રહ્યો છે. જો કે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે નૈઋત્યના ચોમાસાએ મંગળવારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી ચોમાસું થોડું નબળું પડ્યું છે સુરેન્દ્રનગરમાં ચોટીલા નેશનલ હાઇવે પર આવેલ શાપર, ઢેઢુકી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો, ત્યારે પહેલીવાર સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ થતા લોકોને ઠંડકનો અહેસાસ થયો. દિવસભરના ભારે બફારા બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો થઈને વરસાદ થયો હતો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology