bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ભિક્ષાવૃત્તિ કરતા 38 બાળકોનું સુરત પોલીસને કર્યું રેસ્ક્યૂ, 23 તો માત્ર ગુજરાતના જ..  

સુરત પોલીસની સરહાનીય કામગીરી સામે આવી છે. શહેર પોલીસે ભિક્ષાવૃત્તિ કરવા મજબુર 38 બાળકોનું રેસ્ક્યૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે 30 ટીમ બનાવી ભિક્ષાવૃત્તિમાં ધકેલાયેલા 38 બાળકોનું રેસ્ક્યૂ કર્યું છે.

  • ભિક્ષાવૃત્તિ કરવા મજબુર 38 બાળકોનું કર્યું રેસ્ક્યૂ

સુરત શહેર પોલીસે લગભગ 30 જેટલી ટીમોએ બનાવીને એક જ દિવસમાં અભિયાનના ભાગરૂપે ભિક્ષાવૃત્તિ કરનાર 38 બાળકોને રેસ્ક્યુ કર્યું છે. જે બાળકો રસ્તા ઉપર ભીખ માંગતા હોય અથવા તો ચાર રસ્તા ઉપર સફાઈના નામે રૂપિયા ઉઘરાવતા હોય તેવા 38 બાળકોનું રેસ્કૂય કર્યું છે. જેમાં છ વર્ષ સુધીના ઉંમરના સાત બાળકો જ્યારે 12 વર્ષ સુધીના 31 બાળકો છે. આ 38 બાળકો પૈકી ગુજરાતના 23 બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો હોવાની વિગતો સામે આવી છે.

  • બાળકોને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યા

જ્યારે 38 પૈકી 33 બાળકો તેના માતા પિતાની સાથે રહેતા હતા. જ્યારે બાકીના ચાર બાળકો અનાથ અને અન્ય એક બાળક કે અન્ય વ્યક્તિ સાથે રહેતા હોવાની વિગતો સામે આવી છે. આ તમામ બાળકોને હાલ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યા છે અને જે તમામ બાળકોના પુન:વસન માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.