પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જ્યારે વિધર્મી આક્રાંતાઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે સોમનાથ થી દુર લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલ વીર વેગડાજી ભીલ સાથે મળી પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા. પોતાના જીવની આહુતિ આપીને પણ સોમનાથ મહાદેવની રક્ષા કરવાનો તેમનો અડગ નિશ્ચય તેમની વીરતા અને શિવભક્તિનું સાક્ષાત પ્રમાણ હતું.
ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સોમનાથની રક્ષા કાજે પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલના વંશજો અને ક્ષત્રિય સમાજ સાથે વીર હમીરજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઇ. મંદિર પરિસરમાં સ્થિત હમીરજી ગોહિલની દેરીમાં એમને સ્નાન કરાવી પૂજા સામગ્રી અને વસ્ત્ર અર્પણ કરી, નૂતન ધ્વજા રોહણ તેમજ શ્રી સોમનાથ મંદિર પર નૂતન ધ્વજા રોહણ કરાયુ હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology