bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

MLA કિરીટ પટેલે ઊર્જા પ્રધાનને પત્ર લખ્યો, સ્માર્ટ મીટર નહીં લગાડવા કરી માંગ...

પાટણના ધારાસભ્ય દ્વારા હવે સ્માર્ટ મીટરને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા ઊર્જા પ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે. તેઓે પત્ર લખીને રાજ્યમાં સ્માર્ટ મીટર અંગેનો વિરોધ ચાલી રહ્યો છે. રાજ્યમાં હાલમાં સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં બંધ કરવામા આવેલ છે. ઊર્જા સચિવ દ્વારા પણ આ અંગેની જાહેરાત કરવામા આવી છે.

આમ છતાં પાટણ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની સૂચના ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા અપાઈ હોવાનો દાવો કરી ધારાસભ્ય દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે પત્રમાં જણાવ્યું છે.