સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ST વ્યવહારને અસર થઇ છે. જેમાં સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ બસના રુટ બંધ કરાયા છે. તેમાં ઉન ખીજડીયા અને મોરિદાડ ગામની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા મુસાફરોને હાલાકી પડી રહી છે. સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની મહેરથી એસટી વિભાગની સંખ્યાબંધ ટ્રીપ રદ્દ કરવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જ્યાં પાણી ભરાયાં છે ત્યાં એસટી બસની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. તેમજ રાજકોટ નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ઉન ખીજડીયા અને મોરિદાડ ગામની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology