રાજ્યવાસીઓ ગરમીથી શેકાવા થઈ જાઓ તૈયાર,હવામાન વિભાગે ગરમી વધવાની આગાહી કરી છે,માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમી વધશે તો ગરમીને લઇ હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કરી દીધુ છે,રાજ્યના કેટલાક જિલ્લામાં હિટ વેવની આગાહી આપવામા આવી છે,કચ્છ અને રાજકોટમાં ગરમીને લઇ યલો એલર્ટ અપાયું છે,તો દરિયાકાંઠા વિસ્તારમાં ભેજયુક્ત વાતાવરણ રહેશે.
કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો 10 અને 11 માર્ચે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે,કચ્છ, બનાસકાંઠા,રાજકોટમાં યલો એલર્ટ તો અમરેલી અને ભાવનગરમાં ગરમીનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે,12 માર્ચ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમ પવન ફૂંકાઈ શકે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
રાત્રીના તાપમાનમાં થશે વધારો
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ચાલુ અઠવાડિયાની શરુઆતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અચાનક ઘટાડો થતાં ઠંડી પાછી આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ આ પછી ધીમે-ધીમે લઘુત્તમ તાપમાનમાં વધારો થવાનું શરુ થયું હતું. હવે આગામી દિવસોમાં દિવસના અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુંમાન હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગરમી ધીરે ધીરે રાજયમાં જોર પકડશે
એન્ટિસાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી હવે ગરમ પવન ફૂંકાવાના શરૂ થશે. હવામાન વિભાગના આંકડા મુજબ કાશ્મીરમાં હિમવર્ષા અને ઉત્તરપૂર્વના પવનોને કારણે છેલ્લા 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે મહત્તમની સાથે સાથે લઘુતમ તાપમાન પણ ઉંચકાશે. મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 2થી 2.5 ડિગ્રી વધારે રહેવાની શક્યતા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology