ગુજરાતમાં બેવડી ઋતુઓના કારણે રોગચાળો વકર્યો છે. ચોમાસુ બાદ સામાન્ય રીતે ડેન્ગ્યુના કેસમાં વધારો થાય છે. પરંતુ આ વર્ષે ડેન્ગ્યુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 2 દિવસમાં ડેન્ગ્યુના કારણે બે લોકોના મોત થયા હતા. ગુજરાતમાં બેવડી ઋતુઓના કારણે રોગચાળો વકર્યો છે. ચોમાસુ બાદ સામાન્ય રીતે ડેન્ગ્યુના કેસમાં વધારો થાય છે. પરંતુ આ વર્ષે ડેન્ગ્યુ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 2 દિવસમાં ડેન્ગ્યુના કારણે બે લોકોના મોત થયા હતા. આરોગ્ય વિભાગના સરવે પ્રમાણે આ વખતે ડેન્ગ્યુ પ્રાણઘાતક સાબિત થયો હતો. આરોગ્ય વિભાગ અનુસાર ડેન્ગ્યુ દર ત્રણ વર્ષે તેની પેટર્ન બદલે છે. દર ત્રણ વર્ષે તે વધુ આક્રમક બને છે. અગાઉ વર્ષ 2018, ત્યારબાદ વર્ષ 2021 અને હવે ચાલુ વર્ષ એટલે કે 2024માં ડેન્ગ્યુના કેસ વધ્યા છે. ડેન્ગ્યુના લક્ષણની વાત કરીએ તો શરીરમાં દુખાવો, ઉલ્ટી, પેટમાં દુખાવો અને સ્નાયુમાં દુખાવો થવો. જે બાદ આંખોમાં દુખાવો, નાક અને મોંમાંથી લોહી પણ નીકળવું એ પણ લક્ષણ જણાય છે. હાઈ બીપી અને પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. તાવ અને માથા અને સાંધામાં તીવ્ર દુખાવો થાય છે. ડેન્ગ્યુથી બચવા માટે સ્વચ્છતા અને તકેદારી રાખવી એટલી જ જરૂરી છે. ઓફિસ, ઘરના ફળિયા અથવા તો ઘરમાં સ્વચ્છ પાણી ભરેલું ન રહે તેનું ધ્યાન રાખવું. કારણ કે ડેન્ગ્યુના મચ્છરો ચોખ્ખા પાણીમાં થાય છે. શરીરમાં નબળાઈ અને તાવ આવે તો તરજ જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. પ્લેટલેટ્સ કાઉન્ટ વધુ ઘટવા લાગે તો હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર લેવા તબીબોની અપીલ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology