bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

નર્મદાના પોઈચામાં નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા...  

ચાંણોદ ગામ અને પોઈચાની વચ્ચે આવેલી નર્મદા નદી ઘણી જ ઊંડી છે. જ્યાં તંત્ર દ્વારા પ્રવાસીઓને અનેક સૂચના પણ આપવામાં આવે છે કે, નદીના કિનારે બેસીને જ નાહ્વ, નદીની વધારે અંદર ન જાવ. પરંતુ પ્રવાસીઓ આનંદમાં આ બધી વાતો અવગણી દે છે અને આવી કરૂણ ઘટના ઘટે છે.સુરતનાં 8 પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા હતા. મૂળ અમરેલીનાં અને હાલ સુરત ખાતે રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા. પોઈચામાં નર્મદા નદીમાં ન્હાવા પડતા એક પછી એક 8 લોકો ડૂબ્યા હતા. 3 બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિક યુવકોએ એક યુવકને ડૂબતા બચાવ્યો હતો. 7 લોકોની શોધખોળ ચાલુ છે. રાજપીપળા નગર પાલિકાનાં ફાયર ફાઈટરે શોધખોળ હાથ ધરી છે.