bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 ધારીમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, 340 ગાંજાના લીલા છોડ સાથે ખેડૂતની ધરપકડ....

રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં સુરેન્દ્રનગર, દાહોદ, રાજકોટ બાદ હવે અમરેલીમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ છે. અમરેલી જિલ્લામાંથી લીલા ગાંજાની ખેતી પકડાઈ છે. અમરેલી SOG ટીમે ખેતરમાંથી 340 ગાંજાના લીલા છોડ ઝડપી પાડ્યા છે. અમરેલી SOG ટીમે તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવેતર કબ્જે કર્યું છે. અમરેલીના ધારી નવી વસાહત પાણીના ટાંકા નજીકમાં રમેશભાઈ અરજનભાઈ વેકરિયાના ખેતરમાંથી ગાંજાનું વાવેતર કર્યું હતું.  પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતે ખેતરમાં તુવેરની આડમાં લીલા ગાંજાનું વાવેતર કર્યું હતું. અમરેલી SOG ટીમને રેડ દરમ્યાન આરોપીની ઘડપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 20 નવેમ્બરે વીંછિયાના અજમેર ગામની વાડીમાંથી એસઓજીની ટીમે ગાંજો ઝડપી પાડ્યો હતો. રાજકોટના વીંછિયા તાલુકાના અજમેર ગામની વાડીમાં કપાસની આડમાં ગાંજાની ખેતી થતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીની આધારે ખેતરમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન 75 કિલો ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પણ ધરપકડ કરીને ગ્રામ્ય એસઓજીએ પોલીસને સોંપ્યો હતો. દાહોદ એસઓજીએ 16 નવેમ્બરે ડ્રોનની મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. એસઓજીની ટીમે ગાંજાના 493 છોડ ઝડપી પાડ્યા હતા. કુલ 16 લાખ 91 હજારનો મુદ્દામાલ સાથે મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી રહી