સૌરાષ્ટ્ર અને કચ્છમા ભારે વરસાદને પગલે પીજીવીજીસીએલને ભારે નુકસાન થયું છે.સૌથી વધુ નુકસાન પોરબંદરમાં 2.13 કરોડનું થયું છે,તો રાજયમાં 1012 વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે અને 109 ટીસી ડેમેજ થયા છે,ઓવરઓલ નુકસાનની વાત કરવામાં આવે તો 7 કરોડ જેટલુ નુકસાન થયું છે.
મળતી માહિતી મૂજબ વાત કરવામાં આવે તો પોરબંદરમાં 267 વીજપોલને નુકસાન થયું છે,જામનગરમાં 445 વીજપોલને નુકસાન થયું છે તો 34 ટ્રાન્સફોર્મરને પણ નુકસાન થયું છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીજીવીજીસીએલને મોટી માત્રામાં નુકસાન થતા વીજપુરવઠો ઠપ થયો છે,તો આસપાસના ગામડાઓમાં પીજીવીજીસીએલના ફીડરો હાલ કામગીરી કરી રહ્યાં છે,તો અમુક ગામોમાં વીજ પુરવઠો આવે અને જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
પીજીવીજીસીએલના 237 ફીડર બંધ થયા છે તો 987 વીજપોલ અને 77 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે.જૂનાગઢ અને દ્રારકામાં સૌથી વધારે વીજપોલને નુકસાન થયું છે.જામનગર તેમજ કચ્છના અમુક આંતરિયાળ ગામોમાં ધીમે ધીમે વીજ પૂરવઠો શરૂ થયો છે.
રાજકોટ ગ્રામ્યના 30 વીજ પોલને નુકસાન થયુ છે. પોરબંદરના 267 વીજપોલ અને વીજ ટ્રાન્સફોર્મર તથા જૂનાગઢના 1970 વીજપોલ અને 18 ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે. તેમજ જામનગરના 445 વીજ પોલ અને 34 ટ્રાન્સફોર્મર તથા ભુજના 54 વીજ પોલ અને બે ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે. જેમાં પીજીવીસીએલ દ્વારા મોટા પ્રમાણમાં રીપેરીંગની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. તેમજ ટૂ્ંક સમયમાં ગામોમાં વીજપુરવઠો શરૂ કરવામાં આવશે તેવી તંત્ર દ્વારા બાહેધરી આપવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology