bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

એ...એ...ગઇ બસ પાની મેં: હિંમતનગર નજીક રેલવે અંડરબ્રિજના પાણીમાં બસ ડૂબી...

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ જાણિતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગામી બે દિવસ એટલે કે 29 અને 30 જુલાઇના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આગાહી કરી છે. ત્યારે ફરી એકવાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગત ચોવીસ કલાકમાં કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

  • બસ પાણીમાં ડૂબી

ત્યારે મેઘરાજાએ સાબરકાંઠા પંથકમાં કૃપા વરસાવી છે. હિંમતનગર, ઇડર, અવરલ્લી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી  જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના હિંમતનગરના હમીરગઢ ગામ નજીક આવેલ અંડરબ્રિજ સહિત ઠેર-ઠેર પાણી ભરાય છે. ત્યારે હિંમતનગરથી વીરાવડા - હમીરગઢ બસ હમીરગઢ અંડર બ્રિજમાંથી પસાર થતી સેન્સર બંધ પડી જતાં પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદના તેમજ ખેતરોના પાણી અંડરબ્રિજ પાણી ભરાય જાય છે.