bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

માતાએ ભણવા માટે ઠપકો આપતા પુત્રનો આપઘાત...

 વડોદરા તાલુકાના સિસવા ગામે રહેતો 19 વર્ષનો ગૌતમ કનુભાઈ સોલંકી ગોરવા આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી તે કોલેજ જતો ન હતો તેમજ ગામમાં આંટાફેરા માર્યા કરતો હતો. 

જેથી ગૌતમની માતાએ તેને ઠપકો આપતા કહ્યું હતું કે તું ભણવા પણ જતો નથી અને નોકરી પણ શોધતો નથી. તારે ભણવું ના હોય તો અમને ખેતી કામમાં મદદ કરવા લાગ... માતાએ આપેલા ઠપકાથી ગૌતમને લાગી આવતા તેણે ખેતરમાં જઈ જંતુનાશક દવા પી લીધી હતી. જેથી તેનું મૃત્યુ નિપજ્યું હતું.