અરવલ્લીના મોડાસામાં એક મતદાન બૂથ પર જોરદાર બબાલ થયાની ધટના સામે આવી છે. આ ઘટનામાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયાનો કોંગ્રેસે આક્ષેપો લગાવાયા છે જો કે રિપેર થયા બાદ પણ ગ્રીન લાઈટ દર્શાવતી હોવાની કોંગ્રસના કાર્યકરોએ ફરિયાદ કરી હતી. અહીં ઇવીએમમાં ખટાકાય બાદ ઇવીએમમાા શંકાસ્પદ ગિતવિધિ જણાવા કોંગ્રેસના કાર્યકરોએ અધિકારાઓને ફરિયાદ કરી હતી. ઉગ્ર રજૂઆત બાદ અહીં મારા મારી થઇ હતી.
વડોદરાના સાવલીના કરચીયા ગામમાં EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, અહીં બે મતદાન મથક પૈકી 1 નંબરના બૂથ પર EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, ટેકનિકલ ખામીના કારણે EVM મશીન બદલવું પડ્યું હતુ
જુનાગઢમાં પ્રાથમિક શાળા નં-4માં EVM મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, ટેકનિકલ ખામી સર્જાતા EVM મશીન બદલવામાં આવ્યુ હતુ, અચાનક મશીન ખોટકાતા મશીન બદલ્યા બાદ ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યુ હતુ.
નવસારીમાં મતદાન મથક નંબર-86 પર EVM ખોટવાયું હતુ. EVM બંધ થતા MLA રાકેશ દેસાઈ પરત ફર્યા હતા. બાદમાં EVM બદલવાની પ્રક્રિયા અને કામગીરી પ્રશાસન દ્વારા શરૂ કરાઇ હતી.
ભાવનગરમાં બૂથ નંબર 225 પર એક સાથે બે EVM મશીનો ખોટકાઇ ગયા હતા, મિલિટરી સોસાયટીમાં બૂથ નં-225 પર બે EVM પડ્યા બંધ હતા, જેના કારણે અહીં છેલ્લી 30 મિનિટથી મતદાન અટક્યુ હતુ.
ભાવનગરમાં બૂથ નંબર 225 પર એક સાથે બે EVM મશીનો ખોટકાઇ ગયા હતા, મિલિટરી સોસાયટીમાં બૂથ નં-225 પર બે EVM પડ્યા બંધ હતા, જેના કારણે અહીં છેલ્લી 30 મિનિટથી મતદાન અટક્યુ હતુ.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology