હાલ સમગ્ર ભારતમાં વરસાદી સિઝન ચાલી રહી છે તેને કારણે હવાઈ મુસાફરીને તકલીફ પડી રહી છે,અમદાવાદ એરપોર્ટ એ ધમધમતું એરપોર્ટ છે,સમગ્ર ભારત અને વિશ્વની ફલાઈટોનું સંચાલન આ એરપોર્ટથી થાય છે ત્યારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા ફલાઈટો રદ કરવી પડે છે તો અમુક ફલાઈટો તેના સમય કરતા મોટી ઉપડી રહી છે.
અમદાવાદમાં પણ બે દિવસ પહેલા વરસ્યો હતો ભારે વરસાદ
અમદાવાદ એરપોર્ટ પર પણ બે દિવસ પહેલા ભારે વરસાદ વરસતા એરપોર્ટના રનવે પર પાણી ભરાવાની સમસ્યા થઈ હતી.દિવસ દરમિયાન અલગ-અલગ ફલાઈટો લેન્ડ અને ટેકઓફ કરતી હોય છે,ત્યારે પાણી ભરાવાના કારણે અમુક ફલાઈટો મોડી ઉપડી હતી તો અમુક ફલાઈટો રદ કરવાનો વારો આવતા મુસાફરો એરપોર્ટ પર રઝળ્યા હતા.
હાલ અમદાવાદમાં વરસાદ નહી હોવાથી ફલાઈટ ધીરે ધીરે રાબેતા મુજબ થઈ છે ત્યારે એરપોર્ટના રનવે પરથી પણ પાણી દૂર થઈ ગયું છે,ત્યારે વિઝિબિલિટી કલિયર હોવાથી આજે ફલાઈટ મોડી કે કેન્સલ થવાની કોઈ વાત રહી નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology