ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ વચ્ચે મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામમાં બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. જેમા કેન્દ્રીય ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટના સામે આવતા રીપોલિંગનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો હતો. પોલીગ સ્ટેશન નંબર 220 પર ફરી મતદાન યોજાશે. પરથમપુરા ગામનાં પોલીંગ સ્ટેશન 220 નંબર પર ફરી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.
મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથને કેપ્ચર કરવામાં આવ્યું હતું. બુથ કેપ્ચરીંગની ઘટના વિજય ભાભોર નામના ઇસમે સોશિયલ મિડિયામાં લાઈવ કરી હતી. જેણે લઈ હવે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. આ તરફ બૂથ કેપ્ચરીંગના વાયરલ વાડિયો મામલે ચૂંટણી પંચે જિલ્લા કલેક્ટર પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે.આ મામલે પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરજ પરના કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. પ્રિસાઈડિંગ ઓફિસર, આસિ.પ્રિસાઈડિંગ ઓફિસર, બે પોલિંગ ઓફિસરોને નોટિસ આપવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology