bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લોકસભામાં ભાજપની પ્રથમ જીત, સુરત બેઠક પરથી BJPના ઉમેદવાર બિનહરિફ જાહેર....

લોકસભાની ચૂંટણીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત બેઠક બની દેશની પ્રથમ બિન હરીફ બેઠક. સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા હતા. સુરત બેઠક પરથી બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આ સાથે ગુજરાતમાં ઇતિહાસ રચાયો હતો. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા. પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યાની કલેક્ટરે પુષ્ટી કરી હતી.

સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઇ હતી. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા હતા. સુરત લોકસભા બેઠક પર માત્ર મુકેશ દલાલ જ ઉમેદવાર છે. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા