છેલ્લા કેટલાક દિવસથી સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી રાખ્યો છે. આ વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે હવે અરવલ્લી પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે. આ વાયરસના કારણે બે બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અરવલ્લી પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે. અરવલ્લીના મેઘરજમાં 2 દિવસ પહેલા હોસ્પિટલમાં ખસેડાયેલા બાળકનું મોત થયું છે. અત્યાર સુધી 8 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે. જયારે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 6 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થઈ ચુક્યા છે. હાલમાં ચાંદીપુરા વાયરસની અસર બાદ 2 બાળકો હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે. ચાંદીપુરાના તમામ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના રિપોર્ટ પુણે મોકલાયા છે.
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીઓને તાવ આવે, ઉલ્ટી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો દેખાય છે. પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવી મુશ્કેલ છે. ત્યારે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષથી ઓછી વયના બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલિક સારવાલ મળવી જરૂરી છે.
ચાંદીપુરા વાયરસ આરએનએ વાયરસ છે. આ વાયરસ માદા ફ્લેબોટોમાઈન ફ્લાયથી ફેલાય છે. મચ્છરોમાં એડીસ મચ્છર તેના માટે જવાબદાર છે. તેનો મૃત્યુદર પણ સૌથી વધુ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology