bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ફરી એક વાર અરબી સમુદ્રમાંથી 173 કિલો ડ્રગ્સ સાથે કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા બે માછીમારોને ઝડપી પાડી સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. ફરી એક વાર અરબી સમુદ્રમાંથી 173 કિલો ડ્રગ્સ સાથે કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા બે માછીમારોને ઝડપી પાડી સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. ફરી એક વાર અરબી સમુદ્રમાંથી 173 કિલો ડ્રગ્સ સાથે કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા બે માછીમારોને ઝડપી પાડી સંયુક્ત કાર્યવાહી હાથ

ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટ ગાર્ડ દ્વારા ફરી દરિયામાં જઈ ડ્રગ માફીયાઓની કમર તોડી દેવામાં આવી છે. દરિયામાંથી 2 આરોપીઓને 173 કિલોથી વધુના હેરોઈન સાથે પકડી લેવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જેની કિંમત 1200 કરોડ રૂપિયા જેટલી હોવાનું મનાય છે. મહત્વનું છે કે, મળતી માહિતી પ્રમાણે આ બન્ને આરોપીઓ પાકિસ્તાન જઈને ડ્રગ લાવતા હતા. જેથી આ લોકો કોને અને કઈ રીતે ડ્રગ સપ્લાય કરી રહ્યા હતા, તેની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ બન્ને આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ અન્ય ખુલાસાઓ સામે આવી શકે છે. ગત રોજ ગુજરાતનાં દરિયાકાંઠા નજીકથી એનસીબી તેમજ કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનાં દરિયાકાંઠામાંથી કરોડો રૂપિયાનાં ડ્રગ્સ સાથે 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતનાં દરિયા નજીકથી આંરરાષ્ટ્રીટ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઈન નજીકથી ડ્રગ્સ ઝડપાયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ ડ્રગ તમિલનાડુ થઇને શ્રીલંકા જવાનું હતું પરંતુ ગુજરાત એટીએસના અધિકારીઓને મજબૂત માહિતી મળી હતી. જેથી એક મોટો ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો છે. આ ડ્રગ પાકિસ્તાનથી હાજી અસલમ નામનો આરોપી શ્રીલંકાના ડ્રગ માફિયાને મોકલી રહ્યો હતો.