bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કોંગ્રેસે ઉમેદવારોની નવી યાદી કરી જાહેર, જૂનાગઢ, વડોદરા અને સુરેન્દ્રનગર બેઠક પર નામ નક્કી....  

કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારોના નામ પર મહોર લાગી છે. નવા ત્રણ ઉમેદવારોમાં વડોદરા,જૂનાગઢ અને સુરેન્દ્રનગર પર નામ નક્કી થઈ ગયા છે. હજુ ગુજરાતની ચાર બેઠકો પર નામ જાહેર થયા નથી જેમાં રાજકોટ, મેહસાણા, અમદાવાદ પૂર્વ અને નવસારી પર સસ્પેન્શન યથવાત છે.

કોંગ્રેસે આજે ગુજરાતની ત્રણ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા, વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે.

કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણ જીતેલા અને 2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ઋત્વિક મકવાણા (Rutvik Makwana)ને સુરેન્દ્રનગર (Surendranagar)થી ટિકિટ આપી છે. 48 વર્ષના ઋત્વિક મકવાણાએ ડી.બી.એડ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ યુવા, શિક્ષિત અને તળપદા કોળી જ્ઞાતિના જાણિતા ચહેરા હોવાથી કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર તેમની પસંદગી કરી છે