વડોદરા હરણી તળાવ બોટ કાંડમાં સુપ્રીમ કોર્ટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવની રાહતની માંગ કરતી રાહતની માંગ કરતી ફગાવી દીધી છે, જેથી વિનોદ રાવની મુશ્કેલીમાં વધારો થયો છે. હરણી તળાવ બોટ કાંડમાં સમગ્ર ઘટના મામલે હાઇકોર્ટે ફેકટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટના આધારે રાજ્ય સરકારને પગલાં લેવા માટે આદેશ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આદેશને વિનોદ રાવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને રાહતની માંગ કરતી અરજી કરી હતી. ફેકટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટમાં સમગ્ર દુર્ઘટનામાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર તરીકે વિનોદ રાવની ભૂમિકા સામે આવી હતી. બેદરકારીને કારણે લોકોના જીવ ગયા હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ થયો હતો. હરણી બોટ કાંડ સમયે વિનોદ રાવ ગુજરાત સરકારના વડોદરાના પ્રભારી સચિવ હતા, એ પહેલા જયારે હરણી તળાવમાં કંપનીને પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો ત્યારે તેઓ વડોદરા શહેર મ્યુનિસપિલ કમિશ્નર હતા. હરણી બોટકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે વડોદરાના બે પૂર્વ મ્યુનિસપિલ કમિશ્નર વિનોદ રાવ અને એચએસ પટેલ સામે પગલાં લેવા તાકીદ કરી હતી. હરણીકાંડની કંપનીને પ્રોજેક્ટની ખોટી રીતે મંજૂરી અપાઈ હોવાનું હાઇકોર્ટે તારણ કાઢ્યું હતું. બંને અધિકારી સામે પગલાં લેવા હાઇકોર્ટે સૂચના આપી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology