લોનના ચક્કરમાં એક મહિલાને ત્રણ શખસોએ ફસાવી હતી. આ ત્રિપુટીએ મહિલાની મજબૂરીનો લાભ લઈ સયાજીગંજ અને ફતેગંજની ઓફિસોમાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસના જણાવ્યાનુસાર,પાંચેક વર્ષના સમયગાળા દરમિયાન ત્રણ આરોપીઓએ મહિલાને નામે લોન લીધા બાદ આ રકમ તેની પાસેથી ઉપાડીને બીજા લોકોને આપી હતી. ત્યારબાદ મહિલાની મજબૂરીનો લાભ ઊઠાવી રાજેશ અગ્રવાલે તેને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. જેથી મહિલાને ગર્ભ રહી ગયો હતો.
આરોપીએ ત્યારબાદ રૂપિયા નહીં આપે તો બાળકને ઊઠાવી જવાની અને પતિના માર મારવાની ધમકી આપી હતી. બીજી તરફ વિક્રાંત દિક્ષિતે પણ મહિલા પાસે પૈસાની માંગણી કરી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે, પ્રજ્ઞેશ દવેએ રાજેશની વાતોમાં આવી જઇ આવી જ રીતે પહેલાં મદદના નામે સબંધ કેળવી ત્યારબાદ લોનના નાણાં પડાવી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથી ધરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology