સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધી પડેલા ખાડામાં ભાજપના જનતા રાખીને વિરોધ કરાતો હતો. પરંતુ હવે પુણા વિસ્તારમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ ન થતા સ્થાનિકો સાથે મળીને કોંગ્રેસે ઉભરાતી ગટર પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે. વિપક્ષી નેતાનો વોર્ડ છે અને તેઓ બીજી જગ્યાએ વિરોધ કરવા જાય છે. અને અહીં કામગીરી કરતા નથી તેવા આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પુણા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટર સામે કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પુણા ગામ ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટી, કૃષ્ણનગર સોસાયટી, મારૂતિ નગર સોસાયટી, નિરાંત નગર સોસાયટી, સાંઈનગર સોસાયટીની વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા છ મહિનાથી ગટર લાઈન ઉભરાઈ રહી છે એનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે.
સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ ન આવતા આજ પુણા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આ "ભાજપ-આપ ભાઈ-ભાઈ, ગટરનું પાણી રોડે જાય-જાય" ના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા, કોંગ્રેસના અગ્રણી ચેતનભાઇ રાદડિયા, જયેશભાઈ દોમદિયા સહિત સ્થાનિકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા .
તેમજ ખાસ કરીને આ પુણા વોર્ડ નંબર 16 કે જે વિરોધ પક્ષના નેતાનો વોર્ડ છે અને વિરોધ પક્ષના નેતા દ્વારા સમગ્ર સુરત શહેરની અંદર બહાર જઈને ફોટા પાડવામાં આવે છે. બીજા વોર્ડમાં જાય અને કેક કાપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. પરંતુ પોતાના વોર્ડમાં ધ્યાન આપવામાં ન આવતા લોકો દ્વારા આજે રોસ ઠાલવવામાં આવેલ છે. આ ઉપરાંત તેઓએ ભાજપ અને આમ આદમી પાર્ટી ભાઈ-ભાઈ છે તેવા આક્ષેપ પણ કર્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology