bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી, 9 જીલ્લા માટે હવામાન વિભાગનું રેડ એલર્ટ...    

ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે. આ દરમિયાન ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આજે રાજ્યના 9 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે રાજ્યના 13 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. મહત્વનું છે કે, આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે.

ગુજરાતના 9 જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે રાજ્યના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ સહીત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 11 જિલ્લાઓ કે જેમાં ભારે વરસાદની આગાહી કરાઇ તેમાં કચ્છ, મોરબી, જામનગર, બોટાદ, ભાવનગર, ભરુચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગનો સમાવેશ થાય છે. આ સાથે આજે રાજ્યના અન્ય 13 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.