bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

ઉમેદવારોની આતુરતાનો અંત! જુનિયર અને સિનિયર ક્લાર્કની ભરતીને લઇને મહત્વના સમાચાર...

તાજેતરમાં જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતીને લઈને મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. જૂનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની પરીક્ષાની આન્સર કી જાહેર કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર આન્સર કી જોઈ શકાશે. ઉમેદવારો લાંબા સમયથી ઉમેદવારો આન્સર કી ની રાહ જોઈ રહ્યા હતા.

  • અમદાવાદમાં 1,44,990 ઉમેદવારો પરીક્ષા આપી હતી

અમદાવાદ જિલ્લામાં કુલ 494 પરીક્ષા કેન્દ્રો પર કુલ 4833 બ્લોકમાં કુલ 1,44,990 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને પ્રવેશતાં પહેલાં ચેકિંગપ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી દ્વારા પણ દેખરેખર રાખવામાં આવશે. આ રીતે જિલ્લા વહીવટી તંત્ર પરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં સમ્પન્ન કરવા સુસજ્જ છે.