સાબરકાંઠાના વડાલી ખાતે ઓનલાઇન મગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થયો છે. જેમાં બે લોકોના મોત થયા છે. ઓનલાઇન પાર્સલમાં ઇલેક્ટ્રિક સામાન હતો . 11 વર્ષની કિશોરી અને 30 વર્ષના યુવકનું મોત થયુ છે.
મળતી માહિતી મુજબ આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઇજા પહોંચી છે. જેના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ ડોક્ટર્સ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. જોકે, બ્લાસ્ટ એટલે ખતરનાક હતો કે એક વ્યક્તિનું સ્થળ પર કરુણ મોત નીપજ્યું છે. આખરે પાર્સલમાં એવી તો કઇ ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવવામાં આવી હતી અને કેવી રીતે પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો તે અંગે હાલ સ્થાનિક પોલીસે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠાના વડાલીના વેડા ગામનો બનાવ છે. જ્યાં ઓનલાઇન પાર્સલમાં ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવવામાં આવી હતી. પાર્સલની ડિલિવરી થયા બાદ પાર્સલ ખોલવામાં આવ્યું હતું. પાર્સલ ખોલવાની સાથે જ પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે ત્યાં હાજર લોકોમાંથી એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. બ્લાસ્ટનો અવાજ સાંભળીને અફરાતફરી મચી ગઇ હતી અને આસપાસના લોકો દોડીને આવી પહોંચ્યા હતા. સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology