રવિવારે થયેલા ગંભીર અકસ્માતમાં વાહનોને ભારે નુક્સાન પહોચ્યું હતું. રીક્ષા અને ગાડીનો તો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ જોવા મળી ન હતી. પરંતુ ચાર વ્યક્તિઓને ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.એએમટીએસ, ચેરમેન, ધરમસી દેસાઇએ આ નિર્ણય અંગે જણાવતા કહ્યુ કે, હવે એએમટીએસ બસને 45થી વધુ ઝડપથી દોડાવાશે નહીં. વારંવાર સર્જાતા અકસ્માત થતા આ નિર્ણય લેવાયો છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા એન ડિવિઝન ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. બસ ડ્રાઈવરને ઝડપી લીધો હતો. પોલીસે આ કેસમાં આમિર મન્સૂરી નામના બસ ચાલકની ધરપકડ કરી છે. પોલીસના મતે આરોપી 10 વર્ષથી AMTSની બસ ચલાવતો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology