ભગવાન જગન્નાથજીની 147મી નગર યાત્રાને લઈને અમદાવાદ પોલીસ સતત થઈ ગઈ છે. સાતમી જુલાઈની રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસ દ્વારા જગન્નાથ મંદિરથી સરસપુર રણછોડરાયજી મંદિર સુધીના 22 કિલોમીટરના રથયાત્રાના રોડ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું. અમદાવાદ પોલીસ કમિશનર જી એસ માલિકે જણાવ્યું છે કે, રથયાત્રાના રૂટ પર જઇ પોલીસ સમીક્ષા કરી રહી છે. આ વખતે રથયાત્રામાં તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન બલુન સીસીટીવીથી પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ડ્રોન કેમેરા દ્વારા પણ સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે.રથયાત્રા દરમિયાન 12,000 જેટલા પોલીસના જવાનો રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થાને લઈને તૈનાત રહેશે. આ ઉપરાંત 6,000 જેટલા હોમગાર્ડના જવાનોને પણ ખડેપગે રાખવામાં આવશે. રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં લઈને બહારથી પણ ફોર્સ મંગાવવામાં આવી છે. જે અંતર્ગત 20 જેટલી એસઆરપીની ટીમ પણ રથયાત્રામાં બંદોબસ્તમાં જોડાશે. તેવી જ રીતે 11 પેરા મીલટરી ફોર્સને પણ સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત રાખવામાં આવશે.રથયાત્રાનું ચાર જગ્યાએ લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. જેમાં એક લાઈવ સ્ટ્રીમિંગ અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમમાં કરવામાં આવશે. જ્યારે અન્ય એક લાઈવ સ્ટ્રીમિંગ એનએકસી સર્કિટ હાઉસમાં કરવામાં આવશે. તેવી જ રીતે એક લાઈવ સ્ટ્રીમિંગ ગાંધીનગર ડીજી ઓફિસમાં અને એક લાઈવ સ્ટ્રીમિંગ સીએમ હાઉસમાં કરવામાં આવશે. હજુ એકવાર રથયાત્રાના રોડ ઉપર સુરક્ષાની ચકાસણીઓનું ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવશે. હાલમાં રથયાત્રાના રોડ ઉપર 1400 જેટલા સીસીટીવી કેમેરા લોક ભાગીદારીથી લગાવવામાં આવ્યા છે જે પણ રથયાત્રા દરમિયાન સુરક્ષાને લઈને મદદરૂપ થશે.
રથયાત્રાના રૂટ પરના નિરીક્ષણ દરમિયાન પોલીસને રૂટ ઉપર કેટલીક ખામીઓ જણાય છે જેને દૂર કરવામાં આવશે રથયાત્રાના સ્થાનિક વિસ્તારો અંગે પોલીસ કર્મીઓને ઉચ્ચ પોલીસ અધિકારીઓ બ્રીફિંગ કરી સુરક્ષા વ્યવસ્થા ને લઈને આ વખત કરાવશે.હાલમાં ઉત્તર પ્રદેશમાં હાથરસ ભાગદોડની ઘટના બની હતી જેમાં 121 જેટલા લોકો મોતને ભેટ્યા છે. રથયાત્રા દરમિયાન આવી કોઈ ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.પોલીસ કમિશનરે એ પણ સ્વીકાર્યું કે જગન્નાથ મંદિરે રથયાત્રા નીકળે ત્યારે શરૂઆતમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હોય છે તેવી જ રીતે રથયાત્રા સરસપુર પહોંચે ત્યારે પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ હોય છે ત્યારે ખાસ તકેદારી આ બંને જગ્યાએ રાખવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology