bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમિત શાહનો આજે ગાંધીનગરમાં ભવ્ય રોડ શો, આવતી કાલે ભરશે ઉમેદવારી ફોર્મ...

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો પત્ર ભરવાના શરૂ થઈ ગયા છે. આ તરફ ગાંધીનગર  સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  આવતીકાલે એટલે કે 19 એપ્રિલના રોજ ઉમેદવારીપત્ર ભરવાના છે. જોકે ઉમેદવારી પત્ર ભરતાં પહેલા આજે અમિતશાહ ગાંધીનગર  વિસ્તારમા રોડ શો  કરશે. વિગતો મુજબ આજે સવારે સાણંદ અને કલોલમાં રોડ-શૉનું આયોજન છે તો સાંજે 4 વાગ્યા બાદ અમદાવાદમાં રોડ શો  કરશે. આ સાથે સાંજે અમિત  શાહ વેજલપુરમાં જાહેરસભાને પણ સંબોધશે.


 લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિત શાહનું આજે શક્તિ પ્રદર્શન યોજાનાર છે. આજે વિજય શંખનાદ સાથે અમિત  શાહ કિલોમીટરનો ભવ્ય રોડ શો કરશે. આ અંતર્ગત બુથ સ્તરથી સોસાયટીઓ સુધી પ્રચાર કરવામાં આવશે. વિગતો મુજબ સાણંદથી કલોલ સુધી બપોર પહેલાં રોડ શો નું આયોજન છે તો બપોર બાદ અમદાવાદના રાણીપથી રોડ શો શરૂ થશે. જેમાં સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં રોડ-શૉના સમાપન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સભાને સંબોધન કરશે.