મોરબી શહેરના વસંત એપાર્ટમેન્ટમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. હાર્ડવેરના વેપારીએ પોતાની પત્ની, પુત્ર સાથે મળી ઘરના બેડરૂમ, લિવિંગ રૂમ અને રસોડામાં એમ અલગ અલગ જગ્યાએ સામૂહિક ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં સનસની ફેલાઇ ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. બનાવસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે કોઇ દોષિત નથી, અંગતકારણોસર આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના ચકિયા હનુમાન મંદિર સામે આવેલા રોયલ પેલેસ ફ્લેટમાં વસવાટ કરતાં વેપારી હરેશભાઇ કાનાબર, પત્ની વર્ષીબેન કાનાબાર ને પુત્ર હર્ષ હરેશ કાનાબારે કોઇ અંગત કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. ત્રણેય જણે ફ્લેટમાં બેડરૂમ, લિવિંગ રૂમ અને કિચન એમ અલગ અલગ જગ્યાએ ગળેફાંસો ખાધો હતો.
આત્મહત્યા પાછળનું હજુ કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે કોઇ દોષિત નથી અને કોઈએ રડવું નહીં' જીવનથી કંટાળી ગયા છીએ અને અંગત કારણોસર આત્મહત્યા કરી છે. જોકે પોલીસે ઘટનાને ગંભીરને જોતાં ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ કબજે કરી, આગળની વધુ તપાસ હાથ ધરી છે. હાલ તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology