ક્ષત્રિય સમાજ પર રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈ હજુ વિવાદ શમ્યો નથી. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરના માંજલપુર વિસ્તારમાં મોડીરાત્રે "ભાજપના કોઈપણ કાર્યકાર અને આગેવાનેએ પ્રવેશવું નહીં, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી" એવાં બેનરો લાગતાં પોલીસ દોડતી થઈ હતી. આ બાબતે આગેવાને પોલીસને ભાજપની ગુલામ કહી હતી.
આગામી લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનને ધ્યાનમાં રાખીને શહેરના માંજલપુરમાં ભાજપના કાર્યકરો, ઉમેદવારોને પ્રવેશબંધી કરતાં બેનરો રાતોરાત લગાવી દેતાં શહેરમાં પણ વિરોધ શરૂ થયો છે. બેનરમાં લખ્યું છે કે ભાજપના કોઇપણ કાર્યકર કે આગેવાને પ્રવેશવું નહીં, જ્યાં સુધી ટિકિટ રદ ન થાય ત્યાં સુધી. આ અંગે ક્ષત્રિય આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ હિન્દુઓ, હિન્દુસ્તાન માટે પોતાના સમાજની વાત આવે તો મરતા કે મારતા ખચકાશે નહીં. ભાજપની સરકાર સમાજને દબાવવા માગે છે. આ તો માત્ર ટ્રેલર છે, હજુ પિક્ચર બાકી છે. આ તો ક્ષત્રિય સમાજ છે, પહેલેથી કુરબાની આપી છે. અમને મારવા કે મરવાથી કઈ ફરક નથી પડતો. તમારી તાકાત હોય તો માંજલપુરમાં પ્રચાર કરી જુઓ, એવી ચીમકી ઉચ્ચારી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology