બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ ઉપર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. વિદેશમાં ગ્રીન કાર્ડ ધરાવતા શિક્ષિકા વર્ષમાં એક વાર શાળામાં હાજર થઈ લાખોનો પગાર લેવા હોવાની ફરિયાદો ઊઠી છે.
અંબાજીથી સાત કિલોમીટર દૂર આવેલા પાન્છા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે. છતાં તેમેનું નામ ધોરણ પાંચના મુખ્ય શિક્ષિકા તરીકે હાલમાં પણ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. તે ગ્રીન કાર્ડ પણ ધરાવે છે. વર્ષમાં એક જ વાર ગુજરાત આવે છે અને હાજર થઈ બે એક લાખ રૂપિયાનો પગાર પણ મેળવે છે.
ઈન્ચાર્જ પ્રિન્સિપાલ પારૂલબેન મહેતાએ જણાવ્યાનુંસાર, આ શિક્ષિકા અંગે તેમણે તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ મંત્રીને પણ જાણ કરી છે. છતાં પણ તંત્ર દ્વારા આ શિક્ષિકા સામે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. શાળાના બાળકો તથા ગામના વાલીઓએ જણાવ્યું હતું કે 'આ બેન ઘણાં વર્ષો સુધી શાળામાં આવ્યા જ નથી.' બાળકોના જણાવ્યાનુસાર, જ્યારે તેઓ ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે જોયા હતા અને આજે પાંચમા ધોરણમાં ભણતા હોવા છતાં બહેનને જોયા નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology