સોમનાથમાં આજથી ત્રણ દિવસ રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિર યોજાશે.તેમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સદસ્યો, વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહભાગી થશે. રાજ્ય સરકાર દ્વારા 3 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથના સાનિધ્યમાં આજથી સરકારી અધિકારીઓ દ્વારા વિવિધ મુદ્દાઓને લઇ મંથન કરવામાં આવશે. જેમાં રોજગારી, સરકારી યોજના, ટેકનોલોજી, AI, ગ્રામ સ્વરાજને લગતા મુદ્દા ચર્ચાશે. આ શિબિરમાં રોજગારી, ગ્રામ્ય સ્તરે આવક, પ્રવાસનમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના યોગદાનની ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત સરકારી યોજના, સરકારી સેવાના ઉપયોગમાં ટેકનોલોજીનો મુદ્દો અગ્રસ્થાને રહેશે. તેમજ ડેટા એનાલિસીસ અને AIના ઉપયોગ અંગે પણ ચર્ચા અધિકારીઓ દ્વારા કરવામાં આવનાર છે. જેમાં સારી કામગીરી કરનાર કલેક્ટર, DDOને અવોર્ડ એનાયત કરાશે. ઉલ્લેખનિય છે કે 2003માં રાજ્ય સરકારની પહેલી ચિંતન શિબિર મળી હતી. સોમનાથ ખાતે શિબિરના છેલ્લા દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology