ફોરેસ્ટ ગાર્ડની ભરતી પરીક્ષાના ગુણને લઇ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જે બાબતનો પરિપત્ર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે, મંડળની પ્રણાલિકા અનુસાર પ્રમાણે ઉક્ત શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવાના રહેતા નથી. ઉમેદવારોએ CBRT પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ જણાવામાં આવ્યુ છે.
આ બાબતે પરિપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ માટે Forest Guard વર્ગ-૩ સંવર્ગની કુલ ૮૨૩ સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના ૮ ગણા મુજબ જિલ્લાવાઇઝ, કેટેગરીવાઇઝ અને મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લીકેશન કેટેગરી, કેટેગરીવાઇઝ કટઓફ માર્કસ તથા જગ્યા સામેની ટ્રીટેડ કેટેગરી રોલનંબરની કામચલાઉ યાદી તારીખ 31-7-2024 ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
વધુમાં જણાવામાં આવ્યુ છે કે ઉમેદવારોની લેખિત તેમજ રૂબરૂ રજુઆતો પરત્વે સંબંધકર્તા સર્વે ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે કે મંડળ દ્વારા પ્રસ્થાપિત કરેલ પ્રણાલિકા તેમજ ગોપનીયતાના કારણે ઉક્ત શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલા ઉમેદવારોના ગુણ જાહેર કરવાના રહેતા નથી. ઉમેદવારોએ CBRT પરીક્ષામાં મેળવેલ ગુણની વિગતો ફોરેસ્ટ ગાર્ડની પસંદગી યાદી સાથે પરીક્ષામાં બેઠેલા તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધકર્તા ઉમેદવારોએ નોંધ લેવી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology