રાજ્યમાં ભાજપના રાજકોટ બેઠક પરના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદનો વિવાદ શમવાનું નામ જ નથી લેતો. રૂપાલાએ પોતાના નિવેદન પર ક્ષત્રિય સમાજ પાસે ત્રણવાર માફી પણ માંગી લીધી છે પરંતુ ક્ષત્રિયો જરાપણ કૂંણા પડવાના મૂડમાં નથી લાગતા. ક્ષત્રિય સમાજ આ અંગે રાજ્યના વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે દ્વારકાના આખેઆખા ભાતેલ ગામે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો છે. તેઓએ ગામની બહાર જ એક બોર્ડ માર્યુ છે. જેમા તેમણે ચીમકી આપતા કહ્યુ છે કે, રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહીં.
દ્વારકાના ભાતેલ ગામના ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો વિરોધ કર્યો છે. આ ગામના ક્ષત્રિય સમાજના લોકોએ ગામના પ્રવેશદ્વાર પર બેનર લગાવીને રૂપાલાનો વિરોધ કર્યો છે. આ બેનર પર તેઓ જણાવે છે કે, ક્ષાત્રધર્મ યુગે યુગે અમે સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજ - ભાતેલ વિરોધ કરીએ છીએ કે, જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ભાતેલ ગામમાં આવવું નહીં અને સમસ્ત ભાતેલ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરે છે
રાજસ્થાનની શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય અને બાડમેર લોકસભા બેઠકના ઉમેદવાર અને ક્ષત્રિય સમાજના આગેવાન ભાટીએ રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજના વિરોધમાં સમર્થન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, ટિકિટ આપવી એ પાર્ટીનું કામ છે અને ઉમેદવારને આગળ મોકલવો કે, ત્યાંજ રોકી દેવો એ સમાજના હાથમાં હોય છે.
ન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ રવિવારે રાજસ્થાનના પ્રવાસે હતા. આ દરમિયાન રાજનાથ સિંહે રાજધાની જયપુરમાં મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. જેમા પત્રકારોએ ગુજરાતમાં રૂપાલા વિરોધ અંગેનો સવાલ કર્યો હતો. જેનો જવાબ આપતા કહ્યુ કે, અમે ટૂંક સમયમાં જ આ મામલાને સુલઝાવી લઇશું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology