bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વડોદરાના દારૂ મહેફિલકાંડમાં 8 વર્ષ બાદ તમામ આરોપીઓ નિર્દોષ જાહેર, પૂર્વ ક્રિકેટરોથી લઇને ઉદ્યોગપતિઓ હતા કેસમાં સામેલ...

વડોદરા શહેર નજીક આવેલ અખંડ ફાર્મમાં જાણીતા ઉદ્યોગપતિ પૌત્રીનું પ્રિ-વેડિંગ ફંક્શન ચાલી રહ્યું હતું. ત્યારે સ્વાભાવિક છે કે મોટો પ્રસંગ હોય ત્યારે બહામગામથી તેમજ વિદેશથી અનેક મહેમાનો પ્રસંગમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હોઈ આ પ્રિ-વેડીંગ ફંક્શનમાં મોટા ઉદ્યોગપતિઓ સહિત વિદેશી મહેમાનો, પૂર્વ ક્રિકેટરો સહિત અન્ય મોટી હસ્તીઓ આ ફંક્શનમાં હાજર રહ્યા હતા. ત્યારે ન જાણ્યું જાનકી નાથે શું થવાનું છે, એવું જ થયું. આ પ્રિ-વેડિંગ ફંક્શનમાં અચાનક જ પોલીસનો પહોંચી જતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

  • શું હતો સમગ્ર મામલો

વડોદરાનાં બહુચર્ચિત અખંડ ફાર્મ હાઉસ કેસનો 8 વર્ષે ચૂકાદો આવવા પામ્યો છે. ટ્રાન્સફોર્મ કંપનીનાં માલિક જીતેન્દ્ર શાહની પૌત્રીનાં તા. 22 ડિસેમ્બર 2016 નાં રોજ અખંડ ફાર્મ હાઉસમાં લગ્ન પ્રસંગની પાર્ટી ચાલી રહી હતી. ત્યારે લગ્ન પ્રસંગની પાર્ટીમાં લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા મહેફિલમાં દરોડો પાડી મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વકીલો, ર્ડાક્ટરો સહિત કુલ 271 લોકોને ઝડપી પાડ્યા હતા. તેમજ આ પાર્ટીમાં કેટલીક મહિલાઓ પણ નશાની હાલતમાં ઝડપાઈ હતી. જે બાદ પોલીસ દ્વારા ઝડપાયેલા પુરૂષ તેમજ મહિલાઓને બ્લટ ટેસ્ટ માટે લઈ જવા આવ્યા હતા.

  • 129 વ્યક્તિઓનાં બ્લડ સેમ્પલ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો

પોલીસ દ્વારા દારૂની મહેફિલ માણી રહેલ 271 લોકોને એસએસજી હોસ્પિટલ ખાતે ટેસ્ટ માટે લઈ જવાયા હતા. જ્યાં 271 લોકોમાંથી 87 મહિલાઓ તેમજ 83 પુરૂષો સહિત કુલ 180 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 78 પુરૂષ તેમજ 50 સ્ત્રી મળી કુલ 129 વ્યક્તિઓનાં બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ એલસીબી દ્વારા તેઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે 8 વર્ષ બાદ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

  • યોગ્ય પુરાવા રજૂ ન થતા કોર્ટે 129 આરોપીઓને નિર્દોષ છોડ્યા

જાણવા મળતી માહિતી મુજબ રાજ્યનાં બહુચર્ચિત એવા અખંડ ફાર્મ હાઉસ કેસમાં પોલીસ દ્વારા તપાસમાં ઢીલાશ રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં તમામ આરોપીઓનાં લોહીનાં સેમ્પલ ટેસ્ટ કરનાર એસએસજી હોસ્પિટલનાં તત્કાલીન ર્ડાક્ટર દ્વારા બેદરકારી દાખવી યોગ્ય પુરાવા રેકોર્ડ પર રજૂ ન થતા કોર્ટે 129 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

  • ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવાશેઃ રોહન આનંદ (જીલ્લા પોલીસ વડા)

આ સમગ્ર મામલે જીલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, અખંડ ફાર્મ હાઉસ મહેફિલ મામલે અદાલતમાંથી ચુકાદો મેળવ્યા બાદ અને તેનો અભ્યાસ કરીશું. જે બાદ કાયદાકીય સલાહ લીધા બાદ ઉપલી કોર્ટમાં અપીલ કરવી કે નહી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.