પૂર્વ ગૃહ પ્રધાનને બદનામ કરવાનું ષડયંત્ર રચવાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયા પર હિંમતનગરના જ એક યુવાન દ્વારા પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી અને જેમાં રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન અને પ્રશાસક પ્રફુલ પટેલ અને MLA વિડી ઝાલા ને બદનામ કરતવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હિંમતનગરના ધારાસભ્ય અને દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક અને પૂર્વ ગૃહ પ્રધાનને બદનામ કરવાનું ષડયંત્ર રચવાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયા પર હિંમતનગરના જ એક યુવાન દ્વારા પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી અને જેમાં રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન અને પ્રશાસક પ્રફુલ પટેલ અને MLA વિડી ઝાલા ને બદનામ કરતવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં મંદિરના સંદર્ભનો ઉલ્લેખ કરવામાં આવતા હિંમતનગરના અનંતેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી દ્વારા આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આરોપી ઉમંગ પંચાલે આ પોસ્ટ વાયરલ કરીને બદનામ કરવાનો કારસો રચ્યો હોવાનું સામે આવ્યું છે. જેની સામે ગુનો નોંધાતા હવે તે ફરાર થઈ ગયો છે અને પોલીસે તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ઉમંગ પંચાલ સાબરકાંઠા ભાજપ કાર્યાલયમાં જ ફરજ બજાવતો હતો. અગાઉ ચૂંટણી દરમિયાન કાર્યાલયમાં હોવા છતાં પક્ષને નુક્સાન થાય એવી પ્રવૃત્તિ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા દૂર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે પ્રશાસક અને ધારાસભ્યને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. ઉંમગ પંચાલે કોના ઈશારે રાજકીય રીતે બદનામ કરવા માટે આ ષડયંત્ર રચ્યું અને કોણ કોણ સામેલ છે એ તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology