bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રૂપાલા વિવાદ વકર્યો, અમદાવાદ પોલીસે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી...  

ગુજરાતમાં પરશોત્તમ રૂપાલા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો વિશે ખોટી અને અભદ્ર ટિપ્પણી કરી હતી. સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આંદોલનમમાં હવે કરણી સેનાની એન્ટ્રી થઇ છે, રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા આજે ગુજરાતમાં ક્ષત્રિય સમાજને સમર્થન આપવા આવ્યા હતા, જે દરમિયાન તેમની બોપલમાથી અમદાવાદ પોલીસે અટકાયત કરી લીધી હતી. આ પહેલા મહિપાલસિંહ મકરાણા અને પોલીસ વચ્ચે શાબ્દિક ચકમક થઇ હતી. ગુજરાતના કરણી સેના પ્રમુખ વીરભદ્રસિંહની પણ અટકાયત કરી લેવામાં આવી છે.

ક્ષત્રિય સમાજની મહિલાઓની મુલાકાત પહેલા ચકમક જરી હતી. મહિપાલસિંહ મકરાણાને બોપલમાં રોકતા શાબ્દિક ચકમક થઇ હતી. આ પહેલા મકરાણાને બોપલમાં પોલીસે રોક્યા હતા. 30 મિનિટથી પણ વધુ સમય સુધી મકરાણા અને પોલીસ વચ્ચે શાબ્દિક ચકમક થઇ હતી. જોકે, આખરે બોપલમાં પોલીસે મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી લીધી હતી.

ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે થોડું ઘણું ઘર્ષણ પણ થયું હતું. મહિપાલસિંહ મકરણાની અટકાયત કરી શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. બોપલના બંગલામાં ગીતાબા અને પ્રજ્ઞાબા સહિત 5 મહિલાઓને પોલીસે નજરકેદ કર્યા છે.

આજની બેઠકમાં રાજપૂત સંકલન સમિતિએ આંદોલનનું નામ મિશન રૂપાલા આપ્યુ હતુ. 'મિશન રૂપાલા'ના નામથી મોટા આંદોલનની જાહેરાત કરી હતી. પીટી જાડેજાએ આ બેઠક દરમિયાન કહ્યું કે, રાજપૂત સમાજને ખુશ કરવા રૂપાલા આશાપુરાના દર્શને ગયા, રૂપાલાને રાજપૂતોનું નહીં, ભાજપૂતોનું સમર્થન મળ્યુ છે. કાયદો હાથમાં લીધા સિવાય રૂપાલા વિરુદ્ધ આંદોલન ચાલુ રહેશે. પોલીસ અને ક્ષત્રિયો સામે આવે તેવું અમે નથી ઇચ્છતા. તેમને વધુમાં જણાવ્યુ કે, કરણીસેનાના માધ્યમથી રાજસ્થાનમાં પણ આંદોલન થશે. રાજપૂત સમાજની મહિલાઓને જૌહર ના કરવાની અપીલ કરાઇ છે. રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા સિવાય કોઈ રસ્તો નથી.