bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

હવામાન વિભાગે નવરાત્રી દરમ્યાન રાજ્યનાં અનેક જીલ્લાઓમાં વરસાદની આગાહી કરી...

હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં જ વરસાદની આગાહી કરવામાં આવતા ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે. ત્યારે હવામાન વિભાગે નવરાત્રી દરમ્યાન રાજ્યનાં અનેક જીલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, સૌરાષ્ટ્રનાં દક્ષિણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવનાં હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રી દરમ્યાન દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. તો નવરાત્રી દરમિયાન 3થી 5 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે. 7થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તેમજ તા. 10 ઓક્ટોબર થી તા. 13 ઓક્ટોબર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.