bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતના હવામાનમાં પલટો! અમુક દિવસો સુધી નહીં પડે ઠંડી, હવામાન વિભાગની સૂકી આગાહી...

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વડા એકે દાસે રાજ્યમાં આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આ અઠવાડિયા દરમિયાન વરસાદ થવાની કોઈ સંભાવનાઓ નથી. તાપમાનની દ્રષ્ટીએ પણ કોઈ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ ન હોવાનું એકે દાસે જણાવ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન નોંધાયું છે તે હજુ પણ સામાન્ય કરતા 2 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. અમદાવાદમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેમાં સામાન્ય 0.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જોકે આમ છતાં તે સામાન્ય કરતા 3.7 ડિગ્રી વધુ છે. ગુજરાતમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન ડિસામાં 39.1 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે કે ડિસા સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાન સૌથી નીચું નલિયામાં 19.5 ડિગ્રી રહ્યું છે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વની છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ તપામાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગે આગામી સમયમાં માવઠાના કોઈ એંધાણ ન હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગે હજુ પણ ઠંડી અંગે કોઈ સ્પષ્ટ આગાહી કરી નથી. આમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હજુ પણ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાઈ રહ્યું છે. શિયાળાની ઋતુ શરુ થઈ ગઈ છે તેમ છતાં ઠંડક માત્ર મોડી રાત્રે તથા વહેલી સવારે અનુભવાય છે. ત્યારે આગામી દિવસોમાં બરોબર ઠંડી ક્યારે શરૂ થાય છે તે જોવું રહ્યું.