સમગ્ર રાજ્યમાં આકરી ગરમીને લઈને હવામાન વિભાગે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે બીજી તરફ સુરતમાં છેલ્લા 24 કલાકમાં ગરમીને કારણે મોત નિપજ્યા છે. જયારે વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 3 લોકો ગરમીને કારણે મોતને ભેટ્યાં છે.
રાજ્યભરમાં ગગન જાણે અગન ગોળા ધરતી વરસાવતું હોઈ તેવું લાગી રહ્યું છે.છેલ્લા 24 કલાકમાં સુરતમાં ગરમીને કારણે 10ના મોત થયા હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ છે.પ્રાપ્ય સમાચાર મુજબ , અચાનક બેભાન થયા બાદ મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ય થયા છે .જેમાં 10માંથી 1નું મોત હીટસ્ટ્રોકના કારણે થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયાં છે. આ સિવાય અન્ય મૃતકોના સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં છે. અમદાવાદ સુરત ઇડર દાહોદ સહીત વડોદરામાં પણ અસહ્ય ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે.વડોદરામાં ભયાનક ગરમીથી ત્રણ લોકો પણ મોતને ભેટ્યા છે. ગરમીથી વડોદરામાં માત્ર એક અઠવાડિયામાં 19 લોકોના મોત નિપજ્યા છે.
રાજ્યભરમાં અસહ્ય આકરી ગરમી પડી રહી છે જેમાં લોકો અચાનક બેભાન થયા બાદ એક દિવસમાં 10 લોકોના મોત થયા છે. જેમાંથી એકનું હીટસ્ટ્રોકના કારણે મોત નીપજ્યું છે, જયારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં તપાસ માટે મોકલાયા છે. મોતનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે. હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં 12 જેટલા વ્યક્તિને સારવાર આપવામાં આવી હતી. વડોદરામાં લૂ લાગવી,ડિહાઇડ્રેશન,ગભરામણ, હ્રદયરોગના હુમલાથી 3ના લોકોના મોત નિપજ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology