હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગે મોટી આગાહી સામે આવી છે. 17થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં 17થી 22 દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. બનાસકાંઠાના દાંતા, અંબાજી તથા અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણના સમી, હારીજ ભાગોમાં એક ઈંચ જેટલો વરસાદ જોવા મળશે.
17થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, મધ્ય ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય તેમણે કરેલી આગાહી પ્રમાણે 2 વરસાદી સિસ્ટમને લઈને 22થી 30 ઓગસ્ટ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્ર સિસ્ટમના કારણે 22થી 30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન તથા ગુજરાતમાં વરસાદ તબાહી મચાવે શકે છે.
અગાઉ અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં કહ્યું હતું કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેશે. ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તો 7 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ રહેશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology