bs9tvlive@gmail.com

12-January-2025 , Sunday

આ તારીખે અમદાવાદમાં થશે મેઘતાંડવ, પછી ગુજરાતમાં ઘટશે વરસાદનું જોર: જાણો શું છે આગાહી....

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, વડાદોરા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને લઈને વડોદરાની વિશ્વામિત્રી અને નવસારીની પૂર્ણા નદી ગાંડીતૂર બનતાં અનેક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યાં છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 31 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં 29 જુલાઈ સુધી રાજ્યના પૂર્વ, મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે. આ સાથે આવતી કાલે વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી બે દિવસ અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

  • રેડ એલર્ટ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે નદીઓ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ફરી વળ્યાં હતા, ત્યારે આવતી કાલે (28 જુલાઈ) હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરતાં વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • ઓરેન્જ એલર્ટ

આવતી કાલે (28 જુલાઈ) રાજ્યના મહિસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

  • યેલો એલર્ટ 

આવતી કાલે (28 જુલાઈ) ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા સહિત રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • 28 જુલાઈની આગાહી

આવતી કાલે રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મહિસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા સહિત રાજકોટ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં વરસાદને લઈને નો વોર્નિંગ આપવામાં આવ્યું છે.

  • 29 જુલાઈની આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, ત્યારે 29 જુલાઈએ રાજ્યમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • 30-31 જુલાઈની આગાહી

રાજ્યમાં સતત 29 જુલાઈ સુધી મેઘરાજા ધબધબાટી બોલાવ્યાં પછી આ દિવસે વિરામના મૂડમાં દેખાશે. આ દિવસે માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.