રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
કાલાવડમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. લાંબા સમયના વિરામબાદ કાલાવડ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટી થઈ છે. ભારે ઉકળાટ બાદ વાતાવરણ અચાનક પલટો આવ્યો હત. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
ભાવનગરમાં વરસાદની એન્ટ્રી
ભાવનગરના તળાજા પંથકમાં બપોર બાદ વરસાદ, પીથલપૂર, ઉચડી, બોરડા ,ગોપનાથ, સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.
શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ
જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વિરામ બાદ આજે ફરી વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સારો વરસાદ પડતાં ખેડુતોમાં ખુશી જોવા મળી રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology