bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ભારે વરસાદના પગેલ ઘેડ પંથકના 22 ગામ સંપર્ક વિહોણા, અનેક મંદિરો પાણીમાં ગરકાવ...

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની અવિરત કૃપા ઉતરી રહી છે. સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ બાદ પોરબંદરના ઘેડ પંથકના 22 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. 22 ગામોમાં આવવા જવાના તમામ રસ્તાઓ પાણી ગરકાવ થયા છે. ઘેડ પંથકના મોટા ભાગના ગામો જળમગ્ન થયા છે. નવી બંદર, બળેજ, ગોરસર, મોચા, મંડેર સહિતના ગામોમાં પાણી ભરાયા છે.

લોકોના ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. અનેક મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા છે.બીજી તરફ માધવપુરમાં 2 દિવસમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. માધવપુર ઘેડ સહિતના પંથકમાં ભારે વરસાદથી સર્વત્ર પાણી પાણી થયુ છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સમગ્ર ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ભારે વરસાદના પગલે માધવપુરની મધુવંતી નદી હાલ બે કાંઠે વહી રહી છે.